ચાલતી પેટ્ટી

"નાની પીંગળી શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે."

Thursday 22 November 2018

*જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા-2019*

ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષામાં જે બાળક પાસ થાય તે બાળકનાં ધોરણ ૧૨ સુધી ભણવાનો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30/11/2018

પરીક્ષા ની તારીખ
30/03/2019


*ડોક્યુમેન્ટ*
૧. શાળાએ સહી સિક્કા કરી આપેલું ફોર્મ
૨. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
૩. વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,
૪. આધારકાર્ડ (મરજિયાત)

Tuesday 30 October 2018

   લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર પટેલ નું જીવન કવન જાણવા અહીં ક્લિક કરો.

Monday 1 October 2018

બાળકો માટે કાવ્યગુંજન કાર્યક્રમ

આજ રોજ તા-28/9/2018 ના રોજ અમારી શાળામાં કાવ્યગુંજન કાર્યક્રમ યોજવામાં આવ્યો.શાળામાં ધોરણ 1થી7 ના કુલ 52 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.શાળાના શિક્ષકોએ નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરી હતી.ધોરણ દીઠ 1થી3 નંબર વિજેતા તરીકે પસંદ કરાયા હતા.સાંજે બાળસભામાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે બોલપેન,પેન્સિલ અને નોટબુક આપી બિરદાવ્યા હતા.આજે શાળાનું વાતાવરણ ખુશખુશાલ હતું. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઉદબોધન શ્રી અરવિંદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
બાળકો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર..







Thursday 27 September 2018

આ લિંક ક્લિક કરવાથી દુનિયાનો ગોળો ખૂલશે. તેમાં આખી દુનિયામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે લીલા ટપકાના સ્વરૂપે દેખાશે. ગમે તે ટપકા પર ક્લિક કરશો એટલે જેતે વિસ્તારના રેડિયો કાર્યક્રમ એકદમ ચોખ્ખા સંભળાશે. મસ્ત છે.મજા લો.
સાંભળવા અહીં દબાવો.

Friday 21 September 2018

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ 2018-19

    બાળકોની શ્રવણશક્તિ ,યાદશક્તિ તેમજ એકાગ્રતા કેળવાય એવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા બાયસેગના માધ્યમથી મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે .સમગ્ર કાર્યક્રમ નીચે મુજબ છે.અમારી શાળામાં તમામ બાળકો આ કાર્યક્રમ સાંભળી ખૂબ ખુશ છે.આપ પણ જોશો આ કાર્યક્રમ .





આજની રમત - ઉંચી કુદ/લાંબી કૂદ

તા-20/9/2018




Sunday 16 September 2018

"સ્વચ્છતા હી સેવા"
15-9-2018
અમારી શાળામા બાયસેગના માધ્યમથી માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રસ્તુત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.બાળકો દ્વારા "સ્વચ્છ શાળા થકી સ્વચ્છ ગામ" નો સંકલ્પ લેવામાં આવ્યો.