ચાલતી પેટ્ટી

"નાની પીંગળી શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે."

Thursday 18 March 2021

 નમસ્તે,

તમામ બાળકો.

હાલ કોવિડ19 ના કારણે તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ ત્યારે આપણે આવા સમયે કેવી રીતે શીખતાં રહેવું એ એક પ્રશ્ન છે.પરંતુ ગુજરાત સરકાર દ્વારા બાળકો માટે ખૂબ ચિંતા કારવામાં આવી છે.ટીવી પર શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે તદુપરાંત યુટ્યુબ ના માધ્યમથી બાળકો શીખે તે માટે વીડિયો બનાવી રોજેરોજ યુટ્યુબ લિંક મોકલવામાં આવે છે.GVS કલાસ પણ ચાલુ છે.તેમજ આપ સૌએ મોબાઈલના માધ્યમથી શક્ય એટલા પ્રયત્નો શીખવા માટે કરવાના છે.શીખેલું ભૂલી ન જવાય એ માટે રોજ પા.પૂ.નો અભ્યાસ કરવો અને લેખન કાર્ય કરવું.

આવા સમયે આપ સૌ મુશ્કેલીમાં હશો.પણ આપણે હારવાનું નથી.શાળા ભલે બંધ છે પરંતુ આપણું શિક્ષણ બંધ ન રહેવું જોઈએ.

ઘરે બેઠા અભ્યાસ કરી આગળ વધવાનું છે.શાળાના શિક્ષકોના સંપર્કમાં સતત  રહેવાનું છે.

સ્વચ્છતા રાખવી પણ આપણી જવાબદારી છે.