ચાલતી પેટ્ટી

"નાની પીંગળી શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે."

Friday, 15 March 2019

પેટ્રોલ ડીઝલના ભાવ ગમે ત્યારે બદલાતા આપ જાણો છો પરંતુ કયા કેટલા ભાવનું વેચાણ થાય છે એ જાણવા માટે આ લિંક સેવ કરી રાખો.
આ લિંક દ્વારા જે તે દિવસનો ભાવ જાણી શકશો.
🗓 આજે 15 માર્ચ 👉 વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

🦠 વિશ્વમાં 15 મી માર્ચે દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.

🦠 ગ્રાહકના અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક જાગરૂકતા વધારવાના પ્રયાસ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🦠 આમાં તમામ ગ્રાહકોના અધિકારોનો આદર કરવામાં આવે છે અને સુરક્ષિત છે અને બજારના દુરૂપયોગ અને સામાજિક અન્યાય સામે વિરોધ કરવા જે તે અધિકારો સામે પ્રકાશ પાડે છે.

🦠 વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઉજવવાની પ્રમુખ જ્હોન એફ કેનેડીએ પ્રેરણા આપી હતી, જેમણે 15 મી માર્ચ, 1962 ના રોજ યુ.એસ. કૉંગ્રેસને વિશેષ સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમણે ઔપચારિક રીતે ઉપભોક્તા અધિકારોના મુદ્દાને સંબોધ્યા હતા.

🦠 તે આમ કરનાર વિશ્વનો પ્રથમ નેતા👨‍💼 હતો. ગ્રાહક ચળવળએ પ્રથમ તારીખ 1983 માં તે તારીખને માન્યતા મળી અને હવે દર વર્ષે તેનો ઉપયોગ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઝુંબેશો પર કાર્યવાહી કરવા માટે થાય છે.

🤷‍♂ ભારત સરકારનું મહત્વપૂર્ણ સૂત્ર " જાગો ગ્રાહક જાગો "

🤷‍♂ આ વર્ષ ની થીમ 👉 વિશ્વસનીય સ્માર્ટ પ્રોડક્ટ્સ

Thursday, 7 February 2019

બદલાતા પેટ્રોલ ડીઝલના આજના ભાવ જાણવા માટે આ લિંકને સેવ કરી રાખો.

Thursday, 3 January 2019

ભારતના પ્રથમ સ્ત્રી શિક્ષિકા સાવિત્રી બાઈ ફૂલે ના જન્મદિવસે તેમને ભારતની નારીઓને શિક્ષણ અપાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે તેમના ચરણોમાં વંદન.
તેમના વિશે અહીંથી વાંચો.

Thursday, 22 November 2018

*જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા-2019*

ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષામાં જે બાળક પાસ થાય તે બાળકનાં ધોરણ ૧૨ સુધી ભણવાનો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30/11/2018

પરીક્ષા ની તારીખ
30/03/2019


*ડોક્યુમેન્ટ*
૧. શાળાએ સહી સિક્કા કરી આપેલું ફોર્મ
૨. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
૩. વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,
૪. આધારકાર્ડ (મરજિયાત)

Tuesday, 30 October 2018

   લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર પટેલ નું જીવન કવન જાણવા અહીં ક્લિક કરો.

Monday, 1 October 2018

બાળકો માટે કાવ્યગુંજન કાર્યક્રમ

આજ રોજ તા-28/9/2018 ના રોજ અમારી શાળામાં કાવ્યગુંજન કાર્યક્રમ યોજવામાં આવ્યો.શાળામાં ધોરણ 1થી7 ના કુલ 52 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.શાળાના શિક્ષકોએ નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરી હતી.ધોરણ દીઠ 1થી3 નંબર વિજેતા તરીકે પસંદ કરાયા હતા.સાંજે બાળસભામાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે બોલપેન,પેન્સિલ અને નોટબુક આપી બિરદાવ્યા હતા.આજે શાળાનું વાતાવરણ ખુશખુશાલ હતું. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઉદબોધન શ્રી અરવિંદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
બાળકો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર..